નવસારી, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારત સરકારના જળશકિત મંત્રાલય મંત્રી સી.આર.પાટીલ, વરદ હસ્તે આગામી તા. 24/02/2025ના રોજ મટીયા પાટીદારની વાડી, નવસારી ખાતે આઈસીડીએસ શાખા, નવસારી અંતર્ગત કુલ રૂા. 272.50 લાખના ખર્ચે તૈયાર થયેલ કુલ-૨૯ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. નવસારી જિલ્લામાં હાલમાં કુલ-1330 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી નવસારી તાલુકાની 4, ગણદેવી તાલુકાની 1, ચીખલી તાલુકાની 9, વાંસદા તાલુકની 15 આમ, કુલ-29 આંગણવાડી કેન્દ્રોને તમામ માળખાકીય સુવિધાસભર પોતાના આંગણવાડી મકાનમાં તમામ લાભાર્થીઓને આઈસીડીએસની સેવાઓનો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે