નવસારી, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-આગામી તારીખ 24, ફેબ્રુઆરી, 2025 સોમવારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, દ્વારા કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા ભારતભરના ખેડૂતો માટે કિસાન સન્માન માટેનો 19મો હપ્તો આપવામાં આવનાર છે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સમસ્ત મતીયા પાટીદાર સેવા સમાજ સાંસ્કૃતિક ભવન, કાલીયાવાડી, નવસારી ખાતે સવારે 10:00 કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી, જળશકિત અને નવસારી જિલ્લા સાંસદ સી.આર.પાટીલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી નવસારી જિલ્લાના આશરે 500 જેટલા ખેડૂતોને સંબોધન કરશે. આ સમારોહમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે નવસારી જિલ્લા કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા અખબારી યાદીમાં જાહેર આમંત્રણ પાઠવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે