સુરત, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતમાં સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લાયવૃડ ફેકટરી કમ લાકડાના ગોડાઉનમાં શુક્રવારે બપોર આગ ભડકી ઉઠતા ગંભીસ સ્વારૃપ ધારણ કરતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેટ નં.-2 પાસે પતરાના શેડમાં પ્લાયવૃડ ફેકટરી કમ લાકડાના ગોડાઉનમાં બનાવેલુ છે. જોકે ફેકટરીમાં આજે બપોરે કામદારો કમ કરવામાં વ્યસ્ત હતા ત્યારે આગ ભભૂકી ઉઠતા તમામ લોકો બહાર દોડી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ અને સચીન જી.આઇ.ડી.સીની ફાયરની ગાડી ત્યાં પહોચીને આગ કાબુમાં લેવાની કોશિષ કરતા હતા. પણ લાકડાના લીધે આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા વધુ પ્રમાણમાં ધુમાડા નીકળવા માંડયા હતા. દરમિયાન સુરતના બે ફાયર સ્ટેશની બે ગાડી ત્યાં પહોચીને ૫થી૬ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના લીધે પ્લાયવૃડનો જથ્થો, લાકડાનો જથ્થો, મશીન, વાયરીંગ,પંખા સહિતના માલસામાન અને ચીજવસ્તુઓને નુકસાન થયુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે