નવસારી જિલ્લા પોલીસ દ્વારા કોસ્ટલ મેરેથોનનું આયોજન
નવસારી, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-નવસારી જિલ્લા પોલીસ દ્વારા ઐતિહાસિક દાંડી ખાતેથી કોસ્ટલ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોને દેશ પ્રત્ય
Marathon


નવસારી, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-નવસારી જિલ્લા પોલીસ દ્વારા ઐતિહાસિક દાંડી ખાતેથી કોસ્ટલ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું

નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોને દેશ પ્રત્યે પ્રેમભાવ વધે તેમજ ઐતિહાસિક દાંડી વિશે લોકો માહિતગાર થાય એ હેતુ થી એક કોસ્ટલ મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી,ડાંગ સહિત ની પોલીસ ટીમ તેમજ લોકો ભારે ઉત્સાહ ભેર જોડાયા હતા આ કોસ્ટલ મેરેથોન 21 કિલોમીટર અને 5 કિલોમીટર ની રાખવામાં આવી હતી આ મેરેથોન દોડ ની શરૂઆત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઝંડી બતાવી કર્યું હતું આ મેરેથોન ઐતિહાસિક દાંડી થી શરૂ કરી કોસ્ટલ વિસ્તારમાંથી ફરી પરત દાંડી ખાતે પુર્ણ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande