મોસ્કોમાં વિસ્ફોટ બાદ, રાષ્ટ્રપતિ પુતિનની લિમોઝીન કારમાં આગ લાગી
મોસ્કો, નવી દિલ્હી,31 માર્ચ (હિ.સ.) ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) મુખ્યાલય પાસે વિસ્ફોટ થયા બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઓરસ સેનેટ લિમોઝીન કારમાં આગ લાગી ગઈ. 275,૦૦૦ પાઉન્ડની કિંમતનું વાહન આગની લપેટમાં આવી ગયું
પુતિન


મોસ્કો, નવી દિલ્હી,31 માર્ચ (હિ.સ.)

ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) મુખ્યાલય પાસે વિસ્ફોટ થયા બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર

પુતિનની ઓરસ સેનેટ લિમોઝીન કારમાં આગ લાગી ગઈ. 275,૦૦૦ પાઉન્ડની કિંમતનું વાહન આગની લપેટમાં આવી

ગયું. ઇમરજન્સી સેવાઓ પહોંચે તે પહેલાં, નજીકના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો.

આ માહિતી 29 માર્ચે બ્રિટિશ ન્યૂઝ ચેનલ જીબીએનદ્વારા, પ્રસારિત

થયેલા સમાચારમાં આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે,” કારના એન્જિનમાં આગ

લાગી હતી. થોડી જ વારમાં તેના અંદરના ભાગમાં આગ ફેલાઈ ગઈ. જ્યારે રસ્તા પર ધુમાડો

ફેલાઈ ગયો, ત્યારે નજીકના

રેસ્ટોરન્ટના સ્ટાફ મદદ માટે આવ્યા. સામે આવેલા એક વીડિયો ફૂટેજમાં કારનો પાછળનો

ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે. વિસ્ફોટ શા કારણે થયો તે જાણી શકાયું નથી.”

કહેવામાં આવી રહ્યું છે કે,” આ કાર ક્રેમલિનના પ્રેસિડેન્શિયલ પ્રોપર્ટી

મેનેજમેન્ટ વિભાગની છે.”

ઉલ્લેખનીય છે કે, ઓરસ લિમોઝીન કાર ખાસ કરીને પુતિન માટે

બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન રશિયન કંપની એનએએમઆઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ મોડેલ રશિયાના સેન્ટ્રલ સાયન્ટિફિક રિસર્ચ ઓટોમોબાઈલ અને ઓટોમોટિવ એન્જિન

ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. આ કાર 6,700 મીમી છે. (6.70

મીટર) લાંબી અને 2,700 કિલો વજન ધરાવે

છે. આ કાર સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ છે અને તેના પર ગોળીઓ કે બોમ્બની બિલકુલ અસર થતી

નથી. કાર પર બોમ્બ ફેંકવામાં આવે કે જમીન પર રાખીને વિસ્ફોટ કરવામાં આવે, આ કાર ઉપરથી નીચે

સુધી સંપૂર્ણપણે સુરક્ષિત છે. કારમાં સ્વ-સમાયેલ ઓક્સિજન સપ્લાય સિસ્ટમ છે. ટાયર

સપાટ રબરના બનેલા હોય છે. કારની અંદર એક સુરક્ષિત લાઇન કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જે વિશ્વમાં ગમે

ત્યાં વાત કરવાની મંજૂરી આપે છે. આ કાર અનેક પ્રકારના ઘાતક હથિયારોથી સજ્જ છે.

તેની વિશેષતાઓ આ કારને બંકરમાં પરિવર્તિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande