ફિચે ભારતના, જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 6.4% કર્યો
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે વૈશ્વિક વેપાર યુદ્ધ અંગે 'ગંભીર' ચિંતાઓનો ઉલ્લેખ કરીને ભારતના આર્થિક વિકાસનો અંદાજ ઘટાડ્યો છે. ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ
જીડીપી


નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે વૈશ્વિક વેપાર યુદ્ધ અંગે 'ગંભીર' ચિંતાઓનો ઉલ્લેખ કરીને ભારતના આર્થિક વિકાસનો અંદાજ ઘટાડ્યો છે. ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિનો અંદાજ 10 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6.4 ટકા કર્યો છે. જોકે, રેટિંગ એજન્સીએ આગામી નાણાકીય વર્ષ માટે તેના અંદાજો જાળવી રાખ્યા છે.

ફિચે ગુરુવારે પ્રકાશિત તેના ખાસ ત્રિમાસિક ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક (જીઈઓ) અપડેટમાં જણાવ્યું હતું કે, અમેરિકી વેપાર નીતિ વિશે વિશ્વાસ સાથે કંઈપણ કહેવું મુશ્કેલ છે, વ્યાપક નીતિગત અનિશ્ચિતતા વ્યવસાયિક રોકાણની સંભાવનાઓને નુકસાન પહોંચાડી રહી છે. શેરના ભાવમાં ઘટાડો સ્થાનિક સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યો છે અને અમેરિકી નિકાસકારોને બદલાની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 6.4 ટકા કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, ભારત સહિત વિવિધ દેશો પર આડેધડ વેપાર ટેરિફ લાદવાને કારણે વૈશ્વિક વેપાર યુદ્ધમાં વધારો થયો છે, તે વચ્ચે ફિચે નવીનતમ ડેટા જાહેર કર્યો છે. ફિચે તેના માર્ચ જીઈઓ થી 2025 ના વિશ્વ વિકાસ આગાહીમાં 0.4 ટકાનો ઘટાડો કર્યો, અને ચીન અને યુએસના વિકાસ આગાહીમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો.

ફિચ રેટિંગ્સે પણ વિશ્વ વૃદ્ધિ આગાહી ઘટાડી છે. એજન્સીએ આગાહી કરી છે કે, આ વર્ષે વૈશ્વિક વિકાસ દર 2 ટકાથી નીચે જશે. કોરોના મહામારીને બાદ કરતાં, આ 2009 પછીનો સૌથી નબળો વૈશ્વિક વિકાસ દર હશે. ભારતની વાત કરીએ તો, ફિચે નાણાકીય વર્ષ 2024-25 અને ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 10 બેસિસ પોઈન્ટ ઘટાડીને, અનુક્રમે 6.2 ટકા અને 6.4 ટકા કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2026-27 માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ 6.3 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.

ફિચ રેટિંગ્સ અનુસાર, અમેરિકાનો જીડીપી વૃદ્ધિ દર 2025 સુધીમાં 1.2 ટકાના દરે સકારાત્મક રહેવાની ધારણા છે. ફિચના અંદાજ મુજબ, ચીનનો વિકાસ દર આ વર્ષે અને આગામી વર્ષે 4 ટકાથી નીચે રહેવાની ધારણા છે, જ્યારે યુરોઝોનમાં વૃદ્ધિ 1 ટકાથી નીચે અટવાયેલી રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande