નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 સીઝનમાં, ગુજરાત ટાઇટન્સ (જીટી) એ શ્રીલંકાના
દાસુન શનાકાને ટીમમાં સામેલ કરીને મોટો ફેરફાર કર્યો છે. ગ્લેન ફિલિપ્સના સ્થાને,
શનાકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે જંઘામૂળની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે
અને ઘરે પરત ફર્યો છે.
આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સે ગ્લેન ફિલિપ્સને, 2 કરોડ રૂપિયાના
બેઝ પ્રાઈસ પર ખરીદ્યા હતા. જોકે, તેને કોઈ પણ મેચમાં રમવાની તક મળી ન હતી અને આ દરમિયાન, તે કમરની ઈજાનો,
ભોગ બન્યો હતો. આ પછી ફ્રેન્ચાઇઝીએ તેને આખી ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો.
દાસુન શનાકા અગાઉ 2023 સીઝનમાં પણ ગુજરાત ટાઇટન્સ માટે રમી ચૂક્યા છે. તે સમયે, તેને ફક્ત થોડી જ
મેચોમાં રમવાની તક મળી. હવે ફરી એકવાર ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો
છે. શનાકાને તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
દાસુન શનાકા એક અનુભવી શ્રીલંકન ઓલરાઉન્ડર છે. તેણે અત્યાર
સુધીમાં, 102 ટી-2૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પોતાની આક્રમક બેટિંગ અને ઉપયોગી
બોલિંગ માટે જાણીતા, શનાકા ગુજરાત
ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવનમાં ઓલરાઉન્ડર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ