કરાડા ગામ ખાતે “સર્વરોગ મફત નિદાન સારવાર કેમ્પ યોજાશે
સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-સુરત જિલ્લા આયુર્વેદ શાખા તથા સચ્ચિદાનંદ સેવક મંડળના સહયોગથી તા.20/4/2025ના રોજ રવિવારે સવારે 09:00 થી 12:30 કલાક દરમિયાન માધવાનંદ આશ્રમ, કરાડા ગામ, તાપી કિનારે, સુરત ખાતે “સર્વરોગ મફત નિદાન સારવાર કેમ્પ” રાખવામાં આવ્યો છે
કરાડા ગામ ખાતે “સર્વરોગ મફત નિદાન સારવાર કેમ્પ યોજાશે


સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-સુરત જિલ્લા આયુર્વેદ શાખા

તથા સચ્ચિદાનંદ સેવક મંડળના સહયોગથી

તા.20/4/2025ના રોજ રવિવારે સવારે 09:00 થી 12:30 કલાક દરમિયાન માધવાનંદ

આશ્રમ, કરાડા ગામ, તાપી કિનારે, સુરત ખાતે “સર્વરોગ મફત નિદાન સારવાર કેમ્પ” રાખવામાં આવ્યો છે આ કેમ્પમાં

હોમિયોપેથીક તથા આયુર્વેદિક દવાઓની સારવાર તથા આંખની તપાસ કરવામાં આવશે. જેમાં વધુમાં

વધુ લોકોને લાભ લેવા સુરત જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande