નવી દિલ્હી, અમદાવાદ, 19 એપ્રિલ
(હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બધા દેશવાસીઓને, ઇસ્ટરની પૂર્વસંધ્યાએ
શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું, ઈસ્ટરના શુભ અવસર
પર, હું બધા સાથી
નાગરિકોને, ખાસ કરીને ભારત
અને વિદેશમાં રહેતા ખ્રિસ્તી સમુદાયના સભ્યોને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ
પાઠવું છું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે,” ભગવાન ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની
યાદમાં ઉજવાતો પવિત્ર ઇસ્ટરનો તહેવાર, આપણને નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાનો સંદેશ
આપે છે. ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપણને બલિદાન અને ક્ષમા શીખવે છે. તેમનું જીવન
આપણને સત્ય, ન્યાય અને
કરુણાના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે.”
તેમણે કહ્યું કે,”આ ઉલ્લાસપૂર્ણ પ્રસંગે, ચાલો આપણે તેમના જીવન મૂલ્યોનું પાલન કરીએ જેથી સમાજમાં
શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થતો રહે.”
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ