વોશિંગ્ટન, અમદાવાદ, 19 એપ્રિલ
(હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી વચ્ચે, ઈરાન પરમાણુ કરાર પર
વાટાઘાટો કરવા સંમત થયું છે. આજે (શનિવારે) ઇટલીની રાજધાની રોમમાં અમેરિકા અને
ઈરાન વચ્ચે વાતચીત થશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી અને અમેરિકાના ખાસ દૂત
સ્ટીવ વિટકાફ આ વાટાઘાટોમાં ભાગ લેશે. દુનિયાની નજર બંને દેશો વચ્ચેની વાતચીત પર
ટકેલી છે.
અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ખૂબ ગુસ્સે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને, તેના પરમાણુ કાર્યક્રમને છોડી દેવા
કહ્યું. તેમણે ચેતવણી પણ આપી હતી કે,” જો પરમાણુ કરારનો ત્યાગ નહીં કરવામાં આવે તો
ઈરાને તેના પરિણામો ભોગવવા પડશે.” વ્હાઇટ હાઉસ સેક્રેટરી કેરોલિન લેવિટે રોમમાં
થયેલી બેઠકની પુષ્ટિ કરતા કહ્યું કે,” અમેરિકા ઇચ્છતું નથી કે ઈરાન પરમાણુ શસ્ત્રો
મેળવે. હવે ઈરાન પાસે બે વિકલ્પો છે, કાં તો તે પરમાણુ કરાર છોડી દે અથવા પરિણામોનો સામનો કરવા
તૈયાર રહે.” જોકે, એવા સંકેતો છે કે,
અમેરિકા આ શ્રેણીની વાતચીત થોડા વધુ દિવસો સુધી ચાલુ રાખવા માંગે છે.
નોંધનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે આ બીજી વખત વાતચીત
થઈ રહી છે. આ પહેલા 12 એપ્રિલના રોજ
ઓમાનમાં બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ વાટાઘાટો થઈ હતી. આ બેઠક ઓમાનના વિદેશ મંત્રી
બદર અલ-બુસૈદી દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી.
ઈરાન છ પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ભલે અમેરિકન રાષ્ટ્રપતિ
ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ તે આ
બાબતમાં ઘણું આગળ વધી ગયું છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સીના સૂત્રોનો દાવો છે કે,
ઈરાને લગભગ 60 ટકા શુદ્ધતા
ધરાવતું 275 કિલો યુરેનિયમ
ઉત્પન્ન કર્યું છે. આમાંથી ઓછામાં ઓછા છ પરમાણુ બનાવી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સી.પી. સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ