પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.). મહિલાઓની વિશ્વનીય સહેલી અભયમ 18 પોરબંદર નિઃસહાય મહિલાની મદદે આવી સફળ કાઉન્સેલિંગ સાથે મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે.પોરબંદરની જાગૃત મહિલા શિક્ષિકાએ 181 અભયમ જાણ કરી હતી. કે, 70 વર્ષીય વૃદ્ધ મહિલા હાઉસિંગ બોર્ડ કોલોની વિસ્તારમાં તેઓના પડોશીના ઘર નજીક નિસહાય બેઠા છે અને કોઈ બાબતે વૃદ્ધ મહિલા પરેશાન છે.ત્યારબાદ પોરબંદર અભયમ 181 ટીમ દ્વારા વૃદ્ધ મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે તેઓ કડિયા પ્લોટમાં વિસ્તારમાં નાના એવા મકાનમાં એકલવાયું જીવન પસાર કરે છે પરંતુ તેમના દેર દ્વારા થતી હેરાનગતિના લીધે તેઓ ઘર છોડી હાઉસિંગ બોર્ડ કોલોની વિસ્તારમાં સબંધીના ઘરે આવ્યા હતા પરંતુ તેમનું ઘર ના મળતા તેઓ નિરાશ બન્યા હતા તેમ સમગ્ર વિગતો વૃદ્ધાએ જણાવી હતી ત્યારબાદ પોરબંદર 181 ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનના સંકલનમાં વૃદ્ધ મહિલાનું વધુ કાઉન્સેલિંગ અને માહિતી મેળવ્યા બાદ નિસહાય વૃદ્ધાને પોરબંદરના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 181 ટીમના કાઉન્સેલર નિરૂપાબેન બાબરીયા, કોન્સ્ટેબલ જાનકીબેન ભાલુ તથા મહિલા પોલીસ સ્ટેશન સંકલનમાં કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya