અંબાજી માં પાણી માટે મહિલા ઓ એ માટલા ફોડ્યા
•ગંદી ગટરોમાં પાણી ની પાઇપ લાઈનો, રોગચાળા નો ભય •અનેક હેન્ડ પંપો બંધ હાલતમાં ,ચાર દિવસે પણ પીવાનું પાણી મળતુ નથી અંબાજી,21 એપ્રીલ (હિ. સ). યાત્રાધામ અંબાજી મોખરા નું શક્તિપીઠ છે. તેમ છતાં ભર ઉન
Ambaji ma bhar unale pani no kaklaty


•ગંદી ગટરોમાં પાણી ની પાઇપ લાઈનો, રોગચાળા નો ભય

•અનેક હેન્ડ પંપો બંધ હાલતમાં ,ચાર દિવસે પણ પીવાનું પાણી મળતુ નથી

અંબાજી,21 એપ્રીલ (હિ. સ). યાત્રાધામ અંબાજી મોખરા નું શક્તિપીઠ છે. તેમ છતાં ભર ઉનાળે અંબાજી ના સ્થાનિક લોકો પાણી ની વિકટ સમસ્યા નો ભોગ બની રહ્યા છે. છેલ્લા 4-5 વર્ષ થી અનેકો વખત રજુઆતો કરવાં છતાં પાણી નો પ્રશ્ન હલ થતો નથી. અંબાજી શહેર 20 હજાર ની વસ્તી ધરાવતુ શહેર છે. જ્યાં રોજીંદા હજ્જારો શ્રદ્ધાળુંઓ માં અંબા ના દર્શન માટે પહોંચતાં હોય છે. હાલ ભર ઉનાળે સર્જાયેલી પાણી ની સમસ્યા માં સ્થાનિક લોકો જ ભોગ બની રહ્યા છે. અંબાજી ના બ્રહ્મપુરી વિસ્તાર માં 4 થી 5 દિવસે પાણી અપાય છે અને તેમાં પણ માત્ર 5 થી 7 મિનીટ પાણી અપાતા તે વિસ્તાર નો લોકો ને એક કે બે બેડા જ પાણી મળી રહે છે. જેમાં પીવા નું પણ પાણી પુરુ પડતુ નથી ને ન્હાવા ધોવા તેમજ કપડાં વાસણ માટેનો પ્રશ્ન ભારે પેચીદો બનતો હોય છે. બ્રહ્મપુરી વિસ્તાર ના લોકો નળ આગળ પાણી માટે ના વાસણો ની લાઇનો લગાવી પાણી ની રાહ જોતા બેઠા હોય છે. જ્યાં પાણી ન આવતા મહીલાઓએ માટલા ફોડી પાણી માટે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે આ વિસ્તાર માં ઠેકઠેકાણે પાણી ની લાઇનો પાથરી દેવાઇ છે. પણ પાણી મળતુ નથી તો ક્યાંક પાણી માટે મોટર લગાવેલી પણ નજરે પડે છે. નળ થી જળ યોજના ની પાઇપો પણ માત્ર દંડા ની જેમ ઉભેલી નજરે પડે છે તેમાં ટીપુ પણ પાણી આવતુ નથી. તેમાં પણ મહત્વ ની બાબત એ છે કે આ વિસ્તાર માં પસાર થતી પીવાના પાણી ની લાઇનો સાર્વજનકી ગટર માંથી પસાર થતી જોવા મળી રહી છે. જેનાં પગલેં નળ માં આવતા પાણી પણ દોહળુ ને ગંદુ પાણી આવતા ભારે રોગ ચાળો થવાની ભીતી પણ સેવાઇ રહી છે. જો આ ગટર માંથી પસાર થતી પીવાના પાણી ની પાઇપ લાઇનો દુર નહીં થાય તો હાલ જે રીતે ભારે ગરમી પડી રહી છે તે જોતા કોલેરા જેવો રોગ ચાળો ફાટી નિકળવાની પણ દહેસર લોકો ને સતાવી રહી છે. આ બાબતે અંબાજી ગ્રામ પંચાયત ના વહીવટદાર એન જે ચૌધરી નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતુ કે કુવા ઓ માં પાણી ના તળ નીચા ગયા છે ધરોઈ યોજના નું પૂરતું પાણી મળતુ નથી. પણ અવાર નવાર મોટર બળી જવાના કારણે પાણી સમય સર આપી શકાતુ નથી. અને જે ગટર માંથી પસાર થતી પાઇપલાઇનો છે તે પણ દુર કરાવાવાની ખાતરી આપી છે. જ્યારે હેન્ડ પંપ માટે સરકારે હાલ ના પાડી હોવાનુ જણાવી રહ્યા છે અંબાજી માં હાલ ભારે ગરમી ના પગલેં હેંડપંપો ના તળ પણ નીચા જતાં રહેતાં ઠેક ઠેકાણે હેંડપંપો નકામા બની ગયા છે. ને પાણી ના ટેન્કરો નાં ભાવ પણ મોંઘા થઇ જતાં દરેક વ્યક્તી પાણી નું ટેન્કર નખાવી શકતા નથી ને આ સમસ્યા માત્ર બ્રહ્મપુરીજ વિસ્તાર ની પણ અંબાજી ના અનેક વિસ્તારો માં જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ

 rajesh pande