ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ઓપન હાઉસ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ 21 એપ્રિલ (હિ.સ.). ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નગરપાલિકા ટાઉનહોલ ખાતે જુદા જુદા મુદ્દાઓ ને લઈને જેવાકે વ્યાજખોરી, બેંક દ્વારા સરળ લોન, RTI કરી તોડ અને સાઇબર ક્રાઇમ વિશે ની માહિતી આપવામાં આવી. આ કાર્યક્ર્મ માં ખાસ ઉપસ્થિત ગીર સોમનાથ જિલ
ટાઉનહોલ ખાતે જુદા જુદા મુદ્દાઓ ને લઈને


ગીર સોમનાથ 21 એપ્રિલ (હિ.સ.). ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નગરપાલિકા ટાઉનહોલ ખાતે જુદા જુદા મુદ્દાઓ ને લઈને જેવાકે વ્યાજખોરી, બેંક દ્વારા સરળ લોન, RTI કરી તોડ અને સાઇબર ક્રાઇમ વિશે ની માહિતી આપવામાં આવી.

આ કાર્યક્ર્મ માં ખાસ ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા SP મનોહરસિંહ જાડેજા, ઉના DY SP એમ. એફ. ચૌધરી, LCB પી આઈ એ બી જાડેજા, SOG સ્ટાફ, કોડીનાર, ઉના, ગીર ગઢડા, નવાબંદર પોલીસ સ્ટેશન ના પી. આઈ. નગર પોલીસ પ્રમુખ, સહિત જુદી જુદી બેંક સ્ટાફ અને ઉના તાલુકા ના સામાજિક કાર્યકરો ઉપસ્થી રહ્યા હતા.

આ કાર્યક્ર્મ માં વ્યાજખોરોનો ભોગવનાર લોકોને વ્યાજે પૈસા નહીં પરંતુ બેંક માંથી લૉન લઈ પોતાની વ્યવસ્થા સાચવવી ત્યાર બાદ RTI કરી કોઈની પાસેથી દબાવી તોડ કરતા લોકો માથે ફરિયાદ નોંધાવવી અને સાઇબર ક્રાઇમ નો ફોડ બનતા અટકાવવા SOG PSI નિલેશ ચૌહાણ દ્વારા સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande