આતંકવાદી હુમલામાં મુત્યુ પામેલા લોકોને દામોદર કુંડ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જુનાગઢ 24 એપ્રિલ (હિ.સ.). જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખની વાત છે તેમજ કાળજું કંપાવે તેવી ઘટના બની. ત્યારે તમામ મૃત્યુ પામેલા લોકોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે જૂનાગઢના દામોદર કુંડ, મ
જૂનાગઢના દામોદર કુંડ, મોક્ષ પીપળા પાસે મીણબત્તી પેટાવી અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી


જુનાગઢ 24 એપ્રિલ (હિ.સ.). જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખની વાત છે તેમજ કાળજું કંપાવે તેવી ઘટના બની. ત્યારે તમામ મૃત્યુ પામેલા લોકોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે જૂનાગઢના દામોદર કુંડ, મોક્ષ પીપળા પાસે મીણબત્તી પેટાવી અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી અને તેઓના પરિવારને આ અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી જેમાં ટીમના કિરણબેન રાણીગા, દિવ્યેશભાઈ રાણીગા, જીગ્નેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, હિરેનભાઈ પટની, પૂજાબેન રાજપૂત (પ્રમુખ - રામસેતુ સેવા સખી મંડળ ટ્રસ્ટ) ઉર્મિલાબેન રાજપૂત, ભાવિકભાઈ દવે, મીતાબેન દવે વિગેરે ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande