જૂનાગઢ 24 એપ્રિલ (હિ.સ.). કેશોદ ના ચારચોક ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રીનગર ના પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા માયાૅ ગયેલા 27 થી વધુ લોકો ના આત્મા ને પ્રભુ ચિર શાંતિ અપૅ તેવી પ્રભુ પ્રાર્થના સાથે રામ ભગવાન ની મુતીૅ પાસે કેશોદ ના ચારચોકમાં મોટી સંખ્યામાં લોકો ની હાજરીમાં એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને કેન્ડલ રેલી રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલી માં સમગ્ર કેશોદ સમસ્ત હિન્દૂ સમાજ ના લોકો તેમજ કેશોદ પોલીસ ઇન્સ્પેકટર બાલાસરા, દેવાભાઈ ભરાઈ, રણજીત ભાઈ ડાંગર, સુખદેવસિંહ સીસોદીયા તેમજ પોલીસ સ્ટાફ જોડાયા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ