• સુરતના સાંસદ મુકેશ દલાલે ટેક્સટાઈલને લગતી માંગણીઓને લઈને કેન્દ્રીય મંત્રીને મળ્યા હતા.
સુરત, 3 એપ્રિલ (હિ.સ.). સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી ગીરીરાજસિંહજી ને મળીને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે સુરત દેશ અને વિશ્વમાં ટેક્સટાઇલ તરીકે જાણીતું છે ટેક્સટાઇલ ઉદ્યોગ ઓછામાં ઓછા રોકાણમાં વધુને વધુ લોકોને રોજગારી આપે છે સુરતમાં આશરે ૭ લાખ પાવરલૂમ્સ આવેલા છે જે લાખો લોકોને રોજગારી આપે છે અને રોજિંદુ ૬૦ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે અને આશરે ૧૩ લાખ લોકોને રોજગારી આપે છે. ઉપરાંત ટેક્સટાઇલને અનુસંગીક અનેક નાના નાના ઉદ્યોગો છે જે પણ લાખો લોકોને રોજગારી આપે છે.
પરંતુ સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગ હજુ પણ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં પડે છે. સુરતમાં મેન્યુઅલ, ઓટોમેટીક, એરજેટ કે વોટર બેસ્ટ કેટલાક પાવરલૂમ્સ છે તેનો કોઈ ડેટાબેઝ નથી. કારણ કે પાવરલૂમ્સ નોંધણીની કોઈ સિસ્ટમ જ નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે પણ તેની કોઈ વ્યવસ્થા નથી અને ફિઝિકલી તેની ગણતરી કરવી શક્ય પણ નથી આથી મારી આપ શ્રી ને વિનંતી છે કે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા કોઈ એપ બનાવવામાં આવે અને વિવિધ એસોસિએશનની મદદથી સરકાર દ્વારા તેની નોંધણી કરવામાં આવે જેથી સચોટ ડેટાબેઝ મળે જેના દ્વારા સરકારને યોગ્ય નિર્ણય લેવામાં સરળતા રહે.
ઉપરાંત હાલ સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં ઓટોમેટીક, એર જેટ, વોટર જેટ મશીનરી આયાત કરવામાં આવે છે જે માટે ઉદ્યોગપતિઓએ ચીન, કોરિયા, જાપાન, જર્મની જેવા દેશો પર અવલંબિત રહેવું પડે છે અને કિંમત પણ વધારે ચૂકવવી પડે છે. દેશમાં આ પ્રકારની મશીનરી ખાસ બનતી નથી. નથી અમારી આપ શ્રી ને વિનંતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીની મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ઇન્ડિયા નિત્ય અંતર્ગત આ પ્રકારની મશીનરી દેશમાં જ બને તે માટે યોગ્ય પ્રોત્સાહક નીતિ બનાવવામાં આવે.ટેક્સટાઇલ મંત્રી શ્રી એ તરત જ અધિકારીઓને દેશમાં પાવરલુન્સ ની નોંધણી માટે ની એપ બનાવવા માટે સૂચના આપી હતી અને આધુનિક ટેક્સટાઇલ મશીનરી કોનું ઉત્પાદન દેશમાં જ મોટા પ્રમાણમાં થાય તે માટેની નીતિ બનાવવાની ખાતરી આપી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય