પ્રધાનમંત્રી મોદી, બેંગકોકમાં થાઈ રામાયણ રામકીયેન ના મનમોહક પ્રદર્શનના સાક્ષી બન્યા
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ). ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે બેંગકોકમાં થાઇ રામાયણ, રામાકીયેન નું સમૃદ્ધ પ્રદર્શન જોયું. પીએમ મોદીએ એક્સ પર અલગ અલગ પોસ્ટમાં લખ્યું કે,
બેંગકોકમાં થાઇ રામાયણ, રામાકીયેન ના કલાકારો સાથે પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ). ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે બેંગકોકમાં થાઇ રામાયણ, રામાકીયેન નું સમૃદ્ધ પ્રદર્શન જોયું.

પીએમ મોદીએ એક્સ પર અલગ અલગ પોસ્ટમાં લખ્યું કે, એક એવું સાંસ્કૃતિક જોડાણ, જે દરેકથી અલગ છે. થાઈ રામાયણ, રામાકિયેનનું મનમોહક પ્રદર્શન જોયું. તે ખરેખર સમૃદ્ધ અનુભવ હતો, જે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોને સુંદર રીતે પ્રદર્શિત કરે છે. રામાયણ ખરેખર એશિયાના ઘણા ભાગોમાં હૃદય અને પરંપરાઓને જોડે છે,

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિસ્મટેક સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડના પ્રવાસે છે.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande