કોર્ટના આદેશને અવગણીને નેતન્યાહૂએ, ડેવિડ જીનીને શિન બેટ ચીફ તરીકે નિયુક્ત કર્યા
તેલ અવીવ, નવી દિલ્હી, 23 મે (હિ.સ.) ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, દેશની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટના આગામી વડા તરીકે મેજર જનરલ ડેવિડ જીનીની નિમણૂકની જાહેરાત કરી છે. આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ઇઝરાયલના એટર્ની જનરલે સ્પષ્ટતા
કોર્ટના આદેશને અવગણીને નેતન્યાહૂએ, ડેવિડ જીનીને શિન બેટ ચીફ તરીકે નિયુક્ત કર્યા


તેલ અવીવ, નવી દિલ્હી, 23 મે (હિ.સ.) ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, દેશની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટના આગામી વડા તરીકે મેજર જનરલ ડેવિડ જીનીની નિમણૂકની જાહેરાત કરી છે. આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ઇઝરાયલના એટર્ની જનરલે સ્પષ્ટતા કરી હતી કે, નેતન્યાહૂને નવી નિમણૂક કરવાનો અધિકાર નથી.

નેતન્યાહૂની જાહેરાત, સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયની વિરુદ્ધ છે. જેમાં સરકાર દ્વારા ભૂતપૂર્વ શિન બેટ ચીફ રોનેન બારને હટાવવાના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો. આ પછી, એટર્ની જનરલ ગાલી બહરાવ મિયારાએ નેતન્યાહૂને ચેતવણી આપી હતી કે, તેઓ આ સંવેદનશીલ પદ પર નવી નિમણૂક કરી શકતા નથી.

મેજર જનરલ ડેવિડ જીની, હાલમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) ના ટ્રેનિંગ કમાન્ડ અને જનરલ સ્ટાફ કોર્પ્સના વડા છે. તેમને સુરક્ષા બાબતોમાં લાંબો અનુભવ છે, પરંતુ હવે તેમની નિમણૂકની કાયદેસરતા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande