- ઓનલાઈન ટિકિટ બુક
કરતી વખતે યાત્રાળુઓને સાવધાની રાખવાની અપીલ
હરિદ્વાર, નવી દિલ્હી,01 જૂન (હિ.સ.)
કેદારનાથ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર ટિકિટ બુકિંગના નામે ચાલતા ઓનલાઈન છેતરપિંડી
રેકેટ સામે, ઉત્તરાખંડ સરકારે કડક કાર્યવાહી કરી છે. આવા લોકો સામે કાર્યવાહી શરૂ
કરવામાં આવી છે. ઉત્તરાખંડ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હવે આવી ઘણી નકલી
વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા
પેજ અને બેંક એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે.જે યાત્રાળુઓની છેતરપિંડી
કરી રહ્યા હતા.
સાયબર ગુનેગારો દ્વારા, સોશિયલ મીડિયા પર નકલી વેબસાઇટ્સનો
પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. આ વેબસાઇટ્સ હેલિકોપ્ટર ટિકિટના નામે પૈસા વસૂલતી
હતી. ટિકિટ બુકિંગ એવી સાઇટ્સ પરથી દેખાતી હતી જે સત્તાવાર નથી. ઉપરાંત, ઓછી કિંમતે,
ટિકિટ આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
હરિદ્વાર પોલીસ કેપ્ટન પ્રમેન્દ્ર સિંહ ડોબાલના જણાવ્યા
અનુસાર,”પોલીસની સ્પેશિયલ
ટાસ્ક ફોર્સે, અત્યાર સુધીમાં 51 વેબસાઇટ્સ/URL બંધ કરી દીધા છે. જ્યારે 56 બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે. સાયબર
ફ્રોડ સાથે જોડાયેલા હોવાના કારણે, 30 વોટ્સએપ નંબર બ્લોક કરવામાં આવ્યા છે અને 111 ફોન નંબર બ્લોક
કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, 37 થી વધુ સોશિયલ મીડિયા પેજ બંધ કરવામાં આવ્યા છે.જે આ કૌભાંડ સાથે
જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાખંડ પોલીસે, એક યુટ્યુબ વિડીયો બહાર
પાડ્યો છે અને યાત્રાળુઓને ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે સાવધાની રાખવાની અપીલ કરી
છે.”
પોલીસે યાત્રાળુઓને ચેતવણી આપી છે કે,” તેઓ કોઈપણ અનધિકૃત
વ્યક્તિ કે એજન્ટ પાસેથી ટિકિટ ન ખરીદે. ફક્ત સત્તાવાર વેબસાઇટ IRCTC દ્વારા, જ
હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવો. જો તમને કોઈ નકલી વેબસાઇટ, વોટ્સએપ નંબર કે
સોશિયલ મીડિયા પેજ મળે, તો કોઈપણ ફરિયાદ
અને માહિતી, હેલ્પલાઈન નંબર 1930 અથવા ઇમેઇલ: ccps.deh@uttarakhandpolice.uk.gov.in પર આપો.”
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. રજનીકાંત શુક્લા / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ