શામળાજી મોડાસા રોડ ઉપર આવેલ હોટલ કિષણા ઉપર અસામાજીક તત્વો એ હુમલો કર્યો,
હોટલમા તોડ ફોડ કરીને કમઁચારીઓને માર મારીને ધાયલ કરેલ
Anti-social elements attacked Hotel Krishna on Shamlaji Modasa Road, vandalized the hotel, and beat up the employees.


મોડાસા, 10 જૂન (હિ.સ.) શામળાજી મોડાસા રોડ ઉપર આવેલ કિષણા હોટલ ઉપર ગઈ કાલે સાંજ ના સુમારે હોટલ ઉપર નંબર પ્લેટ વગર ની કાર મા થી બે માણસો ઊતરીને આવીને કાઉન્ટ પર પુછપરછ કરેલ કે વનરાજ ક્યા છે કાઉન્ટ પર બેઠેલ મેનેજર પિયુષભાઇ એ જણાવેલ કે અત્યારે હોટલ ઉપર નથી તેથી આ બન્ને ઇસમો હોટલ ના રસોડા મા કામકરતા રમણભાઈ ને પુછેલ કે તારો ભાઈ ક્યા છે આ ઇસમો એ રમણ ને મારતા મારતા બહાર હોલ મા પણ મારતા હોય મેનેજર પિયુષભાઇ વચ્ચે પડેલ હતા તો તેમના માથા મા હાથ મા પહેરેલ કડા થી માથામા મારતા લોહીલુહાણ થઇ ગયા તેમને પહેરેલ સોનાનો દોરો પણ તોડી ને લઈ ગયા હતા રમણભાઈ ને માથા મા કડા વડે મારતા બેભાન થઇ ગયા હતા બીજા હોટલ ના માણસો વચ્ચે પડ્યા હતા તેમને પણ લાકડા ના ધોકા વડે બીજા પાંચ થીછ માણસોને માર મારી ઈજાગ્રસ્ત કરેલ હતા બિભસત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હોટલના સી.સી કેમેરાનુ ડીવીઆર તોડી પાડેલ હતુ હોટલ ના કાચ ના કાઉન્ટ ની તોડફોડ કરીને ભાગતા ભાગતા ધમકી આપતા હતા કે જે પોલીસ ને બોલાવી હોય તેને બોલાવશો પોલીસ અમારુ કહેલુ કરશે આમ આ વિસ્તાર મા લુખ્ખા તત્વો નો આતંક વધી રહયો છે અને પોલીસ ને પણ પડકાર આપી રહ્યા છે આવા લુખ્ખા તત્વો ને પોલીસ પાઠ ભણાવે તેવુ આ વિસ્તારની જનતાની માગણી છે.

મેનેજર પિયુષભાઇ એ બે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે આરોપી 1.નરેશ કાવજી ડામોર રહે વસાયા તા ભિલોડા 2.સોમા રમેશ ડામોર રહે ઓઢા પહાડીયા તા ભિલોડા વિરુદ્ધ શામળાજી પોલીસ ધ્વારા કલમ 115.118.324.352.351.કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે,

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande