મોડાસા, 10 જૂન (હિ.સ.) જિલ્લા સહિત રાજયભરમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે
*મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજયકક્ષાની સમિક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સહિતના અધિકારીશ્રીઓ વીસીના માધ્યમથી જોડાયા***
તારિખ ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની સમિક્ષા બેઠકમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા સહિત સાબરકાંઠા જિલ્લાના અને રાજયભરના અધિકારી ઓ ઓનલાઇન વીસીમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી એ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ. શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી ઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ, લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી નિતાબેન ગઢવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે સાબરકાંઠા જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજનની વિગત જણાવી હતી.
આ બેઠકમાં સાંસદ રમીલાબેન બારા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સિ નિયામક પાટીદાર સહિત વિવિધ કચેરીના અધિકારીશ્રી- કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ