મોડાસા, 10 જૂન (હિ.સ.) SSC(ધો.10)-100% પરિણામ
. બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત, પરિશ્રમ અને અનુશાસન દ્વારા શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. આ માત્ર માર્કશીટમાં જ ગુણ મેળવવાની વાત નથી, પરંતુ તે વર્ષોની તપસ્યા, સંઘર્ષ, પ્રયાસ અને દૃઢ નિશ્ચયનું સાચું પરિણામ છે.
શિક્ષક મિત્રોએ એકલા વિષયોનું જ જ્ઞાન નથી આપ્યું પરંતુ આ ઉપલબ્ધિ તેમના અથાક પરિશ્રમ, સાચું અને પ્રેરણાદાયક માર્ગદર્શનના પ્રતાપે છે. તેમણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડ્યો, દ્રઢ સંકલ્પની પ્રેરણા આપી તેમજ ગમે તેવા સંજોગોમાં હાર ન માનવી, તેવી સાચી દિશામાં શીખ આપી. અમારા સમર્પિત શિક્ષકોને શત શત વંદન....
આ સિદ્ધિ અમારા શાળા પરિવાર અને સૂર્યા ફાઉન્ડેશન, નવી દિલ્હી માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે. તેઓ સાબિત કરે છે કે જ્યારે કોઈ સંસ્થા પ્રેમ, અનુશાસન અને સેવા-ભાવથી કાર્ય કરે છે, તો તેનું પરિણામ અત્યંત પ્રેરણાદાયક હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ