જમ્મુ અને કાશ્મીર: સાંબાના નડ ગામમાં, બે શંકાસ્પદ આતંકવાદીઓની માહિતી, સર્ચ ઓપરેશન શરૂ
સાંબા, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) ગ્રામજનોએ બે શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલની જાણ કર્યા બાદ સુરક્ષા દળોએ બુધવારે જમ્મુ વિભાગના સાંબા જિલ્લાના નડ ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે,” ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી
સેના


સાંબા, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.)

ગ્રામજનોએ બે શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલની જાણ કર્યા બાદ સુરક્ષા દળોએ બુધવારે

જમ્મુ વિભાગના સાંબા જિલ્લાના નડ ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે,” ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી

યુનિફોર્મ પહેરેલા શંકાસ્પદો વિશે કોઈ સુરાગ મળ્યો નથી.”

તેમણે કહ્યું કે,” કેટલાક

ગ્રામજનોએ રાત્રે નડ ગામમાં એક શાળા પાસે, શંકાસ્પદ આતંકવાદીઓને જોયા અને પોલીસને

જાણ કરી.”

અધિકારીઓએ જણાવ્યું કે,” પોલીસ અને સેનાની સંયુક્ત ટીમો

દ્વારા તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને આજે સવારે સર્ચ

ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande