બે વર્ષથી, દારૂના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો.
પોરબંદર, 17 જૂન (હિ.સ.)પોરબંદરમાં બે વર્ષ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મિયાણી પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડયું હતું જેમાં મિયાણી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં દારૂ મંગાવનાર છેલ્લા બે વર્ષથી ફરાર
બે વર્ષથી દારૂના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 17 જૂન (હિ.સ.)પોરબંદરમાં બે વર્ષ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મિયાણી પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડયું હતું જેમાં મિયાણી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં દારૂ મંગાવનાર છેલ્લા બે વર્ષથી ફરાર હતો જેને પોરબંદર એલ.સી.બી.એ ઝડપી પડ્યો છે. મિયાણી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. 11218002230150/2023 ગુજરાત પ્રોહી એકટ કલમ- 65(એ)(ઈ), 115(બી). 81,83,98(2) મુજબનો ગુન્હો ગઈ તા.09/09/2023 ના કલાક-19/30વાગ્યે પોરબંદર દ્વારકા હાઈવે વિસાવાડા ગામના બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ ખાતે બનવા પામેલ છે. અને તા.09/09/2023 ના કલાક 20/30વાગ્યે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ.

આ ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ તથા વખતો વખત સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે સદરહુ ગુનામાં કબ્જે કરવામાં આવેલ દારૂ ભરેલ ટેંકર મગાવનાર બધા ભોરાભાઈ શામળા રહે. રાણપર ગામ વાળો હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામ્યું હતું જેથી સદરહુ આરોપીને શોધી કાઢવા પોરબંદર એલ.સી.બી સ્ટાફ પ્રયત્નશીલ હતા દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલું કે, આ ગુનાનો આરોપી બધા ભૌરાભાઈ શામળા હાલ ખોખીરા ત્રણ માઈલથી નિકળવાનો હોય જે હકિકત આધારે એલ.સી.બી. સ્ટાફ વોચમાં હતાં દરમ્યાન આરોપી બધા ભૌરાભાઈ શામળા ઉ.વ.32 રહે. રાણપર ગામ હોળી ચકલા પાસે તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકાવાળાને બોખીરા ત્રણ માઇલ ખાતે થી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande