ગુજરાત સહીત, દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર આજે સવારે મતદાન શરૂ થયું. પાંચેય બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ બેઠકો છે - કેરળમાં નિલાંબુર, પંજાબમાં લુધિયાણા પશ્ચિમ, પશ્ચિમ બંગાળમાં કાલીગંજ, ગુજરાતની વિસાવદર અને કડી. આ બ
મતદાન


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર આજે સવારે મતદાન શરૂ થયું. પાંચેય બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ બેઠકો છે - કેરળમાં નિલાંબુર, પંજાબમાં લુધિયાણા પશ્ચિમ, પશ્ચિમ બંગાળમાં કાલીગંજ, ગુજરાતની વિસાવદર અને કડી. આ બધી બેઠકો પર મતગણતરી 23 જૂને કરવામાં આવશે. ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં કાલીગંજ પેટાચૂંટણી પહેલા એક મતદાન મથક પર મોક મતદાન કરવામાં આવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ તરફથી અલીફા અહેમદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી આશિષ ઘોષ અને કોંગ્રેસ તરફથી કાબિલ ઉદ્દીન શેખને આ બેઠક પર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચે ૨૫ મેના રોજ ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande