જૂનાગઢ, 19 જૂન (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ વિસાવદર વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા મતદાન મથકોની મુલાકાત લઇ, મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીએ બીલખા ખાતેના મતદાન મથક ઉપરાંત વિસાવદરના જુદા જુદા મતદાન મથકની મુલાકાત દરમિયાન પોલિંગ સ્ટાફ પાસેથી મતદાન પ્રક્રિયા વિગતો મેળવી હતી. ઉપરાંત રાજકીય પક્ષોના એજન્ટસ પાસેથી પણ પારદર્શક મતદાન પ્રક્રિયાના પ્રતિભાવ મેળવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન મથક પર સ્વયં સેવકો પાસેથી મતદારો માટે મોબાઈલ રાખવા માટેની વ્યવસ્થાઓ વિશે પણ જાણકારી મેળવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન મથકોની આ મુલાકાત દરમિયાન મતદારો સાથે પણ સંવાદ કર્યો હતો અને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ