પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને પોલીસ સતર્ક
પાટણ, 20 જૂન (હિ.સ.) પાટણ જિલ્લામાં 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયીએ ડીવાયએસપી અને એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર સાથે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હત
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને પોલીસ સતર્ક


પાટણ, 20 જૂન (હિ.સ.) પાટણ જિલ્લામાં 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયીએ ડીવાયએસપી અને એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર સાથે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

પોલીસ ટીમે સરસ્વતી તાલુકાના ભાટસણ અને વડું સહિતના ગામોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. સાથે જ સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિરતા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે, જ્યારે બાકીનીમાં સામાન્ય તથા પેટા ચૂંટણી યોજાવાની છે. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande