ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : સમગ્ર દેશમાં આજે 'યોગ ફોર વન અર્થ - વન હેલ્થ'ની થીમ પર 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ અનેક સ્થળોએ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ