પાટણમાં યોગ દિવસની, ઉજવણી ઉલ્લાસભેર યોજાઈ
પાટણ, 21 જૂન (હિ.સ.)પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ સાથે કરવામાં આવી. આ કાર્યક્રમ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયો હતો. જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી એનજીએસ કેમ્પસ ખાતે થઈ હતી,
પાટણમાં યોગ દિવસની ઉજવણી ઉલ્લાસભેર યોજાઈ


પાટણમાં યોગ દિવસની ઉજવણી ઉલ્લાસભેર યોજાઈ


પાટણમાં યોગ દિવસની ઉજવણી ઉલ્લાસભેર યોજાઈ


પાટણ, 21 જૂન (હિ.સ.)પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ સાથે કરવામાં આવી. આ કાર્યક્રમ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયો હતો. જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી એનજીએસ કેમ્પસ ખાતે થઈ હતી, જેમાં પાટણના સાંસદ ભરત ડાભી, જિલ્લા કલેક્ટર તથા વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો હાજર રહ્યા હતા.

વિશ્વ હેરિટેજ સ્થળ રાણીની વાવ ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શિશુ મંદિર શાળાના વિદ્યાર્થીઓ અને પુરાતત્વ વિભાગના કર્મચારીઓએ યોગાસન કર્યા. યુનિવર્સિટી કેમ્પસ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો, ગામડાઓ અને શહેરોમાં શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો.

પાટણના સ્વિમિંગ પુલ ખાતે યુવાઓએ અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરી હતી. તેઓએ પાણીની અંદર સૂર્ય નમસ્કાર, વક્રાસન, પદ્માસન અને અનુલોમ વિલોમ જેવા યોગાસનો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande