મોપેડ પર નોકરી પર જતા દંપતીને ટેમ્પાએ ઉડાળ્યાં, બંનેનું ઘટના સ્થળે મોત
વડોદરા, 22 જૂન (હિ.સ.)- વડોદરાની નજીક ડભોઇ-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી વાઘોડિયા ચોકડી નજીક ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં નોકરી પર જતા એક દંપતીનું ટેમ્પાની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ટેમ્પો ચાલકે દંપતીની મોપેડને પાછળથી ટક્કર
Accident


વડોદરા, 22 જૂન (હિ.સ.)- વડોદરાની નજીક ડભોઇ-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી વાઘોડિયા ચોકડી નજીક ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં નોકરી પર જતા એક દંપતીનું ટેમ્પાની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ટેમ્પો ચાલકે દંપતીની મોપેડને પાછળથી ટક્કર મારતાં બંને રોડ પર ફંગોળાઇ પડ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે તેમને તરત સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર શરૂ થાય તે પહેલાં જ બંનેના મોત થયા હતા.

મૃતક લલીતભાઈ ભાંગલે એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા અને તેમની પત્ની રાજુદાબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માત સમયે બંને મોપેડ પર સવાર હતા અને ડ્યૂટી પર જઇ રહ્યાં હતા. અકસ્માતની ઘડીએ તેમની સાથે જ કંપનીના અન્ય કર્મચારીઓ પણ હતા, જેઓએ બંનેને ઓળખી બહાર પાડ્યા હતા.

હાલ કપુરાઈ પોલીસે ટેમ્પો ચાલકના વિરૂદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. આરોપી ઘટના બાદ ટેમ્પો સ્થળ પર છોડીને ફરાર થઇ ગયો હતો. દંપતીના સગાં મહારાષ્ટ્રમાં રહે છે અને પોલીસ દ્વારા તેમને જાણ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande