નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સાની કંપની ફેયરફેક્સ
ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ લિમિટેડે, નીતિ આયોગના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી
(સીઈઓ) અમિતાભ કાંતને વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. આર્થિક વિકાસ, નવીનતા અને સતત
વિકાસમાં ભૂતપૂર્વ જી-20 શેરપા, અમિતાભ
કાંતની વ્યાપક કુશળતા કંપનીના ભારતમાં લાંબા ગાળાના રોકાણ અભિગમને નોંધપાત્ર રીતે
લાભ પહોંચાડશે તેવી અપેક્ષા છે.
કંપનીના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) પ્રેમ
વત્સએ કહ્યું, અમે અમિતાભ
કાંતને અમારા ફેયરફેક્સ પરિવારમાં આવકારવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમણે
કહ્યું કે,” ભારતના જી-20 પ્રમુખપદ
દરમિયાન કાંત એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા.જે ઐતિહાસિક નવી
દિલ્હી લીડર્સ ડિક્લેરેશનમાં પરિણમ્યું.” વત્સએ કહ્યું કે,” નીતિ આયોગના સીઈઓ
તરીકે, તેઓ એસ્પિરેશનલ
ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ પાછળ એક પ્રેરક બળ હતા.જેમણે ભારતના
કેટલાક સૌથી વંચિત વિસ્તારોને ઉત્થાન આપ્યું.”
ફેયરફેક્સને અપેક્ષા છે કે, ફેયરફેક્સ ઇન્ડિયા હોલ્ડિંગ્સ
કોર્પોરેશન (ફેયરફેક્સ ઇન્ડિયા) માટે 2047 સુધીમાં 'ડેવલપ ઇન્ડિયા' પહેલમાં ભાગ લેવા અને તેનો લાભ મેળવવા માટે ઘણી તકો હશે, જેનો ઉદ્દેશ્ય
ભારતને વર્તમાન 4 ટ્રિલિયન ડોલર
અર્થતંત્રથી 30 ટ્રિલિયન ડોલરથી
વધુના અર્થતંત્રમાં પરિવર્તિત કરવામાં મદદ કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ