પાટણ, 28 જૂન (હિ.સ.) : આજરોજ તારીખ 28-06-2025 ના રોજ પ્રાથમિક કન્યા શાળા નંબર 1, સિદ્ધપુર ખાતે કન્યા કેળવણી મહોત્સવ/ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. એસએમસી કમિટીના સભ્ય તેમજ નગરપાલિકાના કોર્પોરેટર કપિલભાઈ પાધ્યાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. એસએમસી કમિટીના અધ્યક્ષ તેમજ તમામ સભ્યઓ, વાલીગણ અને દાતાઓ હાજર રહયા. આ પ્રસંગે પધારેલ મહેમાનો તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 માં નવીન પ્રવેશ પામેલ બાળકોને મહેમાનો દ્વારા દફતર અને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
આ પ્રસંગે કોકિલાબેન પટેલ, મિહિરભાઈ પાધ્યા,રામનભાઈ આચાર્ય, વિનેશભાઈ, ભાવનાબેન ઠાકોર, પ્રકાશબેન દવે, અવિનાશભાઈ પરીખ, રમેશભાઈ મહેતા, દિપકભાઈ શેઠ, મનિષાબેન પરીખ મહેન્દ્રભાઈ વગેરે દાતાઓએ સહયોગ આપી કાર્યક્રમ ને દિપાવ્યો.
શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન દવે તેમજ સ્ટાફ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું. રોહિતભાઈ ચૌધરી દ્વારા આભાર વિધિ કરાઈ.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર