પાટણ બસ સ્ટેશનની દયનીય સ્થિતિ વૈકલ્પિક વ્યવસ્થા પણ બની મુશ્કેલીનુ કારણ
પાટણ, 28 જૂન (હિ.સ.) પાટણ શહેરમાં છેલ્લા સાત વર્ષથી નવું આઈકોનિક બસ સ્ટેશન બિલ્ડિંગ અપૂર્ણ છે. નવા સ્ટેશનના નિર્માણ કાર્યમાં વિલંબના કારણે હાઈવે પર બનાવાયેલા વૈકલ્પિક બસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વૈકલ્પિક
પાટણ બસ સ્ટેશનની દયનીય સ્થિતિ વૈકલ્પિક વ્યવસ્થા પણ બની મુશ્કેલીનુ કારણ


પાટણ, 28 જૂન (હિ.સ.) પાટણ શહેરમાં છેલ્લા સાત વર્ષથી નવું આઈકોનિક બસ સ્ટેશન બિલ્ડિંગ અપૂર્ણ છે. નવા સ્ટેશનના નિર્માણ કાર્યમાં વિલંબના કારણે હાઈવે પર બનાવાયેલા વૈકલ્પિક બસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

વૈકલ્પિક બસ સ્ટેશનમાં વરસાદી ઋતુમાં પરિસ્થિતિ વધુ બગડી જાય છે. પ્લેટફોર્મ પર પાણી ભરાઈ જતાં કાદવ અને કીચડ ફેલાઈ જાય છે, જેના કારણે મુસાફરોને બસમાંથી ઉતરીને પ્લેટફોર્મ સુધી જવામાં ભારે મુશ્કેલી પડે છે.

બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મોટો ખાડો પડ્યો છે, જેનાથી મુસાફરોને અકસ્માતનો ભય છે. આવી અપૂરતી અને અયોગ્ય વ્યવસ્થા વિરુદ્ધ મુસાફરોમાં અસંતોષની લાગણી ફેલાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande