પાટણના રમત સંકુલમાં પર્યાવરણ દિવસની ઉજવણી અનોખી રીતે
પાટણ, 5 જૂન (હિ.સ.)પાટણના સરદાર પટેલ રમત સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંકુલમાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ કાર્યક્રમ હેઠળ પ્લાસ્ટિક મુક્ત અભિયાનના ભાગરૂપે સંકુલમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
પાટણના રમત સંકુલમાં પર્યાવરણ દિવસની ઉજવણી અનોખી રીતે


પાટણના રમત સંકુલમાં પર્યાવરણ દિવસની ઉજવણી અનોખી રીતે


પાટણ, 5 જૂન (હિ.સ.)પાટણના સરદાર પટેલ રમત સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંકુલમાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ કાર્યક્રમ હેઠળ પ્લાસ્ટિક મુક્ત અભિયાનના ભાગરૂપે સંકુલમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બીજા કાર્યક્રમમાં 250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, ઓફિસ એજ્યુકેટીવ અંકિતભાઈ સોલંકી અને ટીમ મેનેજર કિરીટભાઈ પટેલે ભાગ લીધો હતો.

આ ઉપરાંત ઓફિસ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ પણ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં સહભાગીતા નોંધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande