જુનાગઢ 5 જૂન (હિ.સ.) જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જુનાગઢ પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાતથા જુનાગઢ વિભાગ-જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા નાઓ દ્રારા નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ચોરી, લુંટ, ઘરફોડ, ચલીઝડપ,બળ જબરીથી કઢાવી લેવાના બનાવોમાં આરોપીઓને તાત્કાલીક પકડી પાડી કડક હાથે કામ લેવા જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ હોય, જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૫૭/૨૫ B.N.S. કલમ ૩૦૮(૫), ૧૧૫(૨), ૩૫૧(૩), ૨૯૬(બી), ૧૨૬(૨),૫૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે બનાવમાં ફરીયાદી પોતાની બોલેરો લઇને પોતાના ઘરેથી ઉના જવા નીકળેલ અને રસ્તામાં આ કામના આરોપીઓએ ફરીયાદીના બોલેરોની આગળ પોતાની ફોરવ્હીલ ઉભી રાખી ગે.કા.અવરોધ કરી ફરીને જેમફાવે તેમ ગાળો કાઢી, ઢીકા પાટુનો માર મારી ફરીયાદીને છરી બતાવી ધરારથી ફરીયાદીના મોબાઇલ ફોનમાંથી ૧૩,૦૦૦/- રૂપીયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગંભીર ગુન્હો કરેલ હોય જેથી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા પો.ઇન્સ આર.કે.પરમાર નાઓએ એ ડિવી. પો.સ્ટે.ના ગુન્હા નિવારણ શાખાના પો.સબ.ઇન્સ. વાય.એન.સોલંકી તથા પો.સ્ટાફને સદર આરોપીને અટક કરવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડતા તે અનુસંધાને ગુન્હા નિવારણ શાખાના માણસો એ.એસ.આઇ.પંકજભાઇ સાગઠીયા તથા પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા નાઓએ બાતમી હકીકત આધારે ટીમવર્ક કરી ટેકનીકલ તથા હ્યુમન સોર્ચના માધ્યમથી આ કામના આરોપીને પકડી પાડેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ