સમરસ પંચાયતોને વધારાની ₹2.5 લાખ ગ્રાન્ટ આપશે ધારાસભ્ય કિરીટ પટેલ
પાટણ, 5 જૂન (હિ.સ.) : પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રમાં જે ગામોમાં સમરસ અથવા બિનહરીફ ચૂંટણી થશે, ત્યાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત તેઓ પોતાની તરફથી વધા
સમરસ પંચાયતોને વધારાની ₹2.5 લાખ ગ્રાન્ટ આપશે ધારાસભ્ય કિરીટ પટેલ


પાટણ, 5 જૂન (હિ.સ.) : પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રમાં જે ગામોમાં સમરસ અથવા બિનહરીફ ચૂંટણી થશે, ત્યાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત તેઓ પોતાની તરફથી વધારાની ₹2.5 લાખની ગ્રાન્ટ આપશે.

કિરીટ પટેલના વિધાનસભા ક્ષેત્રમાં કુલ 110 ગામો આવેલાં છે. રાજ્ય સરકાર સમરસ ગામોને 10 થી 15 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપે છે. પટેલે સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપતાં જણાવ્યું કે ત્રણ વર્ષ બાદ યોજાઈ રહેલી પંચાયતની ચૂંટણીઓમાં સમરસતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ધારાસભ્ય પટેલના મતે, સમરસ ચૂંટણીથી ગામમાં શાંતિ, એકતા અને સહઅસ્તિત્વ વધે છે અને સામાજિક વિખાવા ઘટે છે. તેથી તેમણે ગામવાસીઓને અપીલ કરી છે કે ગામની ભલાઈ માટે સમરસ ચૂંટણી યોજીને વિકાસ માટે સહકાર આપો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande