પાટણ જિલ્લામાં જૂની પેન્શન યોજના અંતર્ગત OPS ચકાસણી પ્રક્રિયા શરૂ
પાટણ, 5 જૂન (હિ.સ.) : રાજ્ય સરકારે 1 મે 2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) મંજૂર કરી છે. આ નિર્ણયના ભાગરૂપે પાટણ જિલ્લામાં OPS અંતર્ગત શિક્ષકોની દરખાસ્તોની ચકાસણી પ્રક્રિયા શરૂ થઈ છે. પાટણ જિલ્લાના સરકારી, ગ્રાન્ટેડ અને આશ્
પાટણ જિલ્લામાં જૂની પેન્શન યોજના અંતર્ગત OPS ચકાસણી પ્રક્રિયા શરૂ


પાટણ, 5 જૂન (હિ.સ.) : રાજ્ય સરકારે 1 મે 2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) મંજૂર કરી છે. આ નિર્ણયના ભાગરૂપે પાટણ જિલ્લામાં OPS અંતર્ગત શિક્ષકોની દરખાસ્તોની ચકાસણી પ્રક્રિયા શરૂ થઈ છે. પાટણ જિલ્લાના સરકારી, ગ્રાન્ટેડ અને આશ્રમશાળાઓના શિક્ષકોની OPS ચકાસણી પ્રથમ તબક્કામાં તાલુકા મથકોએ રેકોર્ડ આધારે પૂર્ણ કરી છે અને હવે જિલ્લા મથકે આગળની કાર્યવાહી શરૂ થઈ છે.

યોજનામાં 1 મે 2005 પહેલાંના નોકરીમાં આવેલા શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો અને સેવા દરમિયાન અવસાન પામેલા શિક્ષકોનો સમાવેશ થાય છે. પાટણ તાલુકામાંથી અત્યાર સુધીમાં 142 OPS દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ શિક્ષકોના વિકલ્પો લઈ સેવાપોથીમાં એ નોંધાયો છે.

સરકારના નિયમ મુજબ, કર્મચારીઓને ત્રણ માસની અંદર OPS વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હાલમાં પાટણ જિલ્લા શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બીટ કેળવણી નિરીક્ષક અને કર્મચારીઓની ટીમ OPS દરખાસ્તોની ચકાસણી કરી રહી છે, જે આગામી એક અઠવાડિયામાં પૂર્ણ થવાની આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande