પાટણ જિલ્લામાં 22 જૂને પંચાયત ચૂંટણી: કેટલાક ગામો સમરસ બન્યા
પાટણ, 5 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતની ચૂંટણી 22 જૂને યોજાનાર છે. અત્યાર સુધી સરપંચ પદ માટે 31 અને સભ્ય પદ માટે 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બુધવારે જ સરપંચ માટે 22 અને સભ્ય માટે 14 ફોર્મ નોંધાયા હતા. હારિજ તાલુકાના રાવીન્દ્રા, જમણપુ
પાટણ જિલ્લામાં 22 જૂને પંચાયત ચૂંટણી; કેટલાક ગામો સમરસ બન્યા


પાટણ, 5 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતની ચૂંટણી 22 જૂને યોજાનાર છે. અત્યાર સુધી સરપંચ પદ માટે 31 અને સભ્ય પદ માટે 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બુધવારે જ સરપંચ માટે 22 અને સભ્ય માટે 14 ફોર્મ નોંધાયા હતા.

હારિજ તાલુકાના રાવીન્દ્રા, જમણપુર, ખાખડી અને બુડા ગામોએ સર્વસંમતિથી સરપંચ પસંદ કર્યા છે. રાવીન્દ્રા ગામ પાંચમીવાર સમરસ બન્યું છે અને ત્યાં બલાજી અંબારામજી ઠાકોરને સરપંચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જમણપુરમાં પ્રવિણસિંહ નાગજીજી વાઘેલાને સર્વસંમતિથી સરપંચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સાંતલપુર તાલુકાના ચારંડા ગામમાં મહિલા નેતૃત્વ સાથે પ્રથમવાર સમરસ પંચાયત રચાઈ છે. સાદપુરા ગામે ભીખીબેન વાલાભાઈ ભરવાડ બિનહરીફ રીતે મહિલા સરપંચ તરીકે જાહેર થયા છે. હારિજના ચારેય ગામોમાં હવે સભ્યોની બિનહરીફ વરણી માટે પ્રયાસ ચાલી રહ્યા છે. રાવીન્દ્રા ગામમાં ગુરુવારે સભ્યો નક્કી કરવા માટે ગ્રામજનોની બેઠક યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande