સાબરકાંઠા જિલ્લામાં ધોરણ - ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા, આગામી ૨૩ જૂન થી ૩ જુલાઇએ યોજાશે
મોડાસા, 5 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્રારા તા.૨૩/૦૬/૨૦૨૫ થી ૦૩/૦૭/૨૦૨૫ સુધી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સા.પ્ર/વિ.પ્ર) ની પુરક પરીક્ષા યોજાશે. આ પૂરક પરિક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ ww
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ - ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા, આગામી ૨૩ જૂન થી ૩ જુલાઇએ યોજાશે


મોડાસા,

5 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્રારા તા.૨૩/૦૬/૨૦૨૫ થી ૦૩/૦૭/૨૦૨૫ સુધી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સા.પ્ર/વિ.પ્ર) ની પુરક પરીક્ષા યોજાશે. આ પૂરક પરિક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવેલ છે.

જિલ્લામાં ધોરણ-૧૦ ની પુરક પરીક્ષા ૧૧ કેંદ્રોના ૧૧ બ્લોક ખાતે યોજાશે. જેમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, શ્રી એમ એમ પટેલ ઉચ્ચ માધ્યમિક શાળા, ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ, પરફેક્ટ હાઇ સ્કૂલ, યુનિટ-૧, પરફેક્ટ હાઇ સ્કૂલ યુનિટ-૨, ગ્રોમોર સેકન્ડરી સ્કૂલ (જી.એમ) યુનિટ-૧, ગ્રોમોર સેકન્ડરી સ્કૂલ (જી.એમ) યુનિટ-૨, શ્રી ગાંભોઈ ગ્રુપ સેકન્ડરી સ્કૂલ યુનિટ-૧, શ્રી ગાંભોઈ ગ્રુપ સેકન્ડરી સ્કૂલ યુનિટ-૨, શ્રી એન જી જોશી હાઇસ્કૂલ અને શ્રી કોટડિયા જે.એમ. સાર્વજનિક હાઇસ્કૂલ કેંદ્રોનો સમાવેશ થાય છે.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માય ઓન હાઇસ્કૂલ અને મદ્રેસા હાઇસ્કૂલ એમ ૨ કેંદ્રોના ૨ બ્લોક ખાતે યોજાશે. વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા ૪ કેંદ્રોના ૪ બ્લોક ખાતે યોજાશે. જેમાં હિંમત હાઇસ્કૂલ યુનિટ-૧, સ્વસ્તિક હાઇસ્કૂલ, જૈન આચાર્ય આનંદ ધનસુરી વિધ્યાલય યુનિટ-૧ અને જૈન આચાર્ય આનંદ ધનસુરી વિધ્યાલય યુનિટ-૨ કેંદ્ર પર પુરક પરીક્ષા યોજાશે. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande