પાટણ, 5 જૂન (હિ.સ.): રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ગતરાત્રે 10 વાગ્યે એક મહિલા પર તેના દિયરના મિત્ર વિજયે ઘરમાં ઘૂસી બળજબરીથી હુમલો કર્યો. આરોપીએ મહિલાને ઘરમાંથી બહાર ખેંચી અને સાડી ખેંચી હતી તેમજ મોબાઈલમાં વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ મહિલાને ભગાડી જવાની ધમકી પણ આપી હતી.
ઘટનાસ્થળે મહિલા પોતાના અપંગ પતિ સાથે રહે છે, જે ગતરાત્રે મગજની દવાની અસર હેઠળ ઊંઘમાં હતા. ત્યારે મહિલા ટીવી જોઈ રહી હતી, અને એ દરમ્યાન વિજય ઘરમાં ઘૂસી આવ્યો હતો. મહિલાએ બચાવ માટે બૂમો પાડ્યા, પરંતુ પતિ જાગી શક્યા નહીં, જેના કારણે આરોપી મહિલાને ઘરની પાછળના રસ્તે મસ્જિદ સુધી ખેંચી ગયો હતો.
અંતે મહિલાની બૂમો સાંભળી ત્રણ લોકો દોડી આવ્યા અને તેણીની મદદ કરી. આરોપી વિજયે જતા પહેલા મહિલાને વધુ ધમકીઓ પણ આપી. પીડિતાએ તરત વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપી વિજય સામે IPC કલમ 76, 352 અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણ એસસી-એસટી સેલના DySP પરેશ રેણુકા તપાસ ચલાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર