વડોદરા, 6 જૂન (હિ.સ.)- શહેરના કિશનવાડી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે જુદી જુદી ઘટનાઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક મહિલા સહિત બે શખ્સોને દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે ઝંડા ચોક નજીક જય અંબે ફળિયામાં રહેતી નિરુબેન સંજયભાઈ કહારને દારૂ વેચતી હોવાની બાતમીના આધારે પકડી પાડી હતી. તપાસ દરમિયાન નિરુબેનના કબજામાંથી વિદેશી દારૂની 24 બોટલ મળી આવી હતી.
બીજાં બનાવમાં, જ્યારે પોલીસ ટીમ કિશનવાડીના કબીર ચોક પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સ થેલો લઇને જતા જોઇ શંકા આધારે રોકી તપાસ કરતાં તેની પાસે વિદેશી દારૂની 31 બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી ભાવેશ હરિહરભાઈ કહાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
પાણીગેટ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે