રાજકોટ 12 જુલાઈ (હિ.સ.) રાજકોટ મહાનગર વોર્ડ નં 14માં આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા ની વિશેષ ઉપસ્થિતિમાં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.રાજકોટ મહાનગરના વોર્ડ નં. 14માં આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે આજ રોજ પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર વિસ્તાર માટે અગત્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ભાગરૂપે આ કાર્યનો આરંભ થયો છે, જેનાથી સ્થાનિક નાગરિકોને સુવિધાજનક અવરજવર અને સ્વચ્છતા મળવા પાત્ર બનશે.
ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, અમે લોકસેવા અને વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છીએ. આ પ્રકારની પરિયોજનાઓ દ્વારા સ્થાનિક લોકોને આધુનિક અને વ્યવસ્થિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ વિસ્તારમાં વરસાદ દરમિયાન થતાં કાદવ, પાણી ભરાવા જેવી સમસ્યાઓ હવે ઉકેલાશે અને માર્ગવ્યવસ્થામાં સુધારો આવશે. નગરનિગમ દ્વારા પણ આવા વિકાસ કાર્યને આગળ ધપાવવા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek