ચંદ્રાવાડા ગામે પત્નિ થી કંટાળી ઝેરી દવા ગટગટાવી
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ચંદ્રાવાડા ગામે રહેતા યુવાને પત્નિ અને સાળાની સામે ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની વિગત મુજબ પોરબંદર નજીકના ચંદ્રવાડા ગામે રહેતા અને મજુરી કામ કરતા ભરત મો
ચંદ્રાવાડા ગામે પત્નિ થી કંટાળી ઝેરી દવા ગટગટાવી.


ચંદ્રાવાડા ગામે પત્નિ થી કંટાળી ઝેરી દવા ગટગટાવી.


પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ચંદ્રાવાડા ગામે રહેતા યુવાને પત્નિ અને સાળાની સામે ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની વિગત મુજબ પોરબંદર નજીકના ચંદ્રવાડા ગામે રહેતા અને મજુરી કામ કરતા ભરત મોઢવાડીયા નામના યુવાનને તેમની પત્નિ ભીનીબેન અને સાળો રાજુ ઓડેદરા અને તેમની પત્નિ મનીષા ઉપરાંતૂ કાકાનો દિકરો હિતેશ અરજન સતત પરેશાન કરતા હતા જેના કારણે કંટાળી ભરત મોઢવાડીયા અન્ય જીલ્લા રહેવા માટે ચાલ્યો ગયો હતો અને ગઇકાલે પોતના ગામ ચંદ્રવાડા જતા પત્નિ હાજર નહિં હોવાથી તે પાંડવદર ગામે રહેતા તેમના સસરાને ત્યાં ગયો હતો અને પત્નિ અને બાળકોને પોતાની સાથે ઘર આવવા જણાવતા તેમની પત્નિ ભીનીબેને સાથે આવાની ના પાડતા યુવાને તેમની પત્નિ અને સાળાની નજર સામે ઝેરી દવા ગટગટાવી લીધો હતો અને તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો યુવાનનુ નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી આગળ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande