મહેસાણા/ગાંધીનગર, 16 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ની જગુદણ પ્રાથમિક શાળા પર્યાવરણને સમર્પિત શાળા છે આ શાળામાં પર્યાવરણને અનુકૂળ હોય અને બાળકીઓમાં સંસ્કારોનું સિંચન થાય એ પ્રમાણે ની ક્રિયાઓ કરાવવામાં આવે છે જેમ કે પર્યાવરણ વિશેના પાઠ, છોડને સાચવવાની કળા, દર અઠવાડિયે પક્ષીઓ માટે ઘરેથી ચણ લાવવું, સફાઈ નું મહત્વ, પ્લાસ્ટિક મુક્ત પરિસર આ પ્રકારની ક્રિયાઓ થી બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવાય છે.
મહેસાણાના અમદાવાદ હાઇવે થી અંદર આવેલા જગુદણ ગામે જગુદણ પ્રાથમિક શાળા આવેલી છે આ શાળા પોતે અન્ય શાળાઓ માટે ઉદાહરણરૂપ શાળા છે આ શાળામાં રહેલા શિક્ષકો અને આચાર્ય તેમજ બાળકો બધા ભેગા મળીને શાળાને કેવી રીતે પર્યાવરણ સાથે સંલગ્ન કરવી તે ઉપર વધારે ધ્યાન આપે છે બાળકોને શરૂઆતથી જ સફાઈ નું મહત્વ અને પર્યાવરણનું જતન કઈ રીતે કરવું તે શિક્ષકો દ્વારા શીખવાય છે.
જગુદણ પ્રાથમિક કન્યાશાળાના આચાર્ય કૃણાલ બેન ચૌધરી જણાવે છે કે પ્રાથમિક શાળા અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે , અહી 2005 થિ શાળા ના શિક્ષક સહયોગ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.શાળા ના શિક્ષક વૃક્ષો નું જતન ઇક્કો કલબ ની પ્રવૃત્તિ કરવામાં આવે છે.આશોપાલવ તેમજ અન્ય વૃક્ષ જતન કરી હાલ શાળા માં શાંતિ નો મહિલા અને હરિયાળુ બનાવ્યું છે. શાળાના બાળકો અને પક્ષીઓ કલરવ કરતા હોય છે અને વાતાવરણ ખૂબ સારું હોય છે હજુ પણ આગળ વધુ સારું કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
શાળા ની વિધાર્થીની પટેલ તનશ્રી જણાવ્યું કે હું ધોરણ 8 મા અભ્યાસ કરું છું અમારી શાળા માં હરિયાળી છે.જગુદન કન્યા શાળા છે શાળા પ્લાસ્ટિક મુક્ત છે અમારી શાળા મા કોઈ વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક લાવતા નથી , જે લાવે તેને સામે કાર્યવાહી નહીં પરંતુ પ્રેમ થી સમજ આપી અને ન લાવવા જણકારી આપવા મા આવે છે શાળા માં પક્ષીઓ ને દાન અક્ષય પાત્ર રાખવા મા આવ્યું છે. દર શનિવારે બાક્સ જેટલા દાણા વિદ્યાર્થીઓ લાવી અને દાન નાખવા માં આવે છે .
વધુમાં તે જણાવે છે કે શાળામાં વિદ્યાર્થીનીઓના જન્મદિવસના દિવસે એક વ્રુક્ષનું વાવેતર કરવામા આવે છે આ વાવેતર કરી જતન કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓ છોડનું ઉછેર કરે છે , જ્યાં સુધી તે વિદ્યાર્થીની આ શાળામાં ભણ્યા ત્યાં સુધી અને અમારી શાળા સુંદર શાળા છે અને પ્લાસ્ટિક મુક્ત શાળા છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ