ડીમા હસાઓમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત, 9 ગંભીર ઘાયલ
ડીમા હસાઓ (આસામ), નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). આસામના પહાડી જિલ્લાઓમાંના એક ડીમા હસાઓમાં માહુર પોલીસ સ્ટેશન હેઠળના હંગરુમ ગામમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને માહુર અને
ભૂસ્ખલન


ડીમા હસાઓ (આસામ), નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). આસામના પહાડી જિલ્લાઓમાંના એક ડીમા હસાઓમાં માહુર પોલીસ સ્ટેશન હેઠળના હંગરુમ ગામમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને માહુર અને હાફલોંગની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના બુધવારે સવારે બની હતી. ઘટનાની જાણ થતાં જ માહુર પોલીસ સ્ટેશનની એક ટીમ અને એસડીઆરએફ ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરીમાં સામેલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે માહુર અને હાફલોંગની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લી માહિતી મળે ત્યાં સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહાડી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. પરિણામે, પર્વતની માટી તૂટી પડી છે. સતત વરસાદને કારણે જિલ્લા વહીવટીતંત્ર ચિંતિત છે. અધિકારીઓને ડર છે કે, પહાડી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભૂસ્ખલન થઈ શકે છે. જોકે, વહીવટીતંત્ર આપત્તિની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande