મહેસાણા, 16 જુલાઈ (હિ.સ.) : રક્ષાબંધનનો તહેવાર ના ઘણા દિવસ પૂર્વે બજારોમાં રાખડીઓનું વેચાણ શરૂ થઈ જાય છે જેમાં અલગ અલગ પ્રકારની રાખડીઓનું વેચાણ થતું હોય છે અત્યારે ખાસ કરીને સ્ટોન અને સુખડ આ બંને રાખડીઓનું વેચાણ વધારે થાય છે મહેસાણાના બજારમાં દસ રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની કિંમતની રાખડીઓ મળી રહે છે.
અત્યારે બજારમાં અલગ અલગ પ્રકારની રાખડીઓનું વેચાણ થાય છે જેમાં ખાસ કરીને સ્ટોન, સુખડ, બાળકો માટે વિશેષ પ્રકારની રાખડીઓ, મિનિમમ ડેકોરેશન ધરાવતી રાખડીઓ અને અલગ અલગ પ્રકારના મોતી વાળી રાખડીઓનું વેચાણ અત્યારે જોર પકડી રહ્યું છે મોટાભાગની શહેરના ખરીદારો સિમ્પલ સુખડની રાખડીઓ લેવાનું પસંદ કરે છે જે 20 થી માંડીને 50 રૂપિયા ના ભાવે આવી જાય છે.
રાખડીઓનું વેચાણ કરતા મહેશભાઈ જણાવે છે કેઅત્યારે અવનવા પ્રકારની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે રક્ષાબંધનના એક મહિના પહેલા આ વેચાણ શરૂ થઈ જાય છે હવે રક્ષાબંધનની ગણતરીના દિવસો બાકી રહેવાના કારણે મહિલાઓ રાખડીઓની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે, ખાસ કરીને 50 રૂપિયા સુધીના કિંમતની રાખડીઓનું વેચાણ વધારે થાય છે અમારી દુકાનમાં 10 રૂપિયાથી શરૂ કરીને 500 રૂપિયામાં મળી રહે તેવી કસ્ટમાઇઝ રાખડીઓ પણ મળે છે જેનું પણ વેચાણ આ વર્ષે સારું થાય છે, અને રક્ષાબંધન નજીક આવતા ના દિવસોમાં વેચાણ વધી જશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ