શ્રીનગર, નવી દિલ્હી,02 જુલાઈ (હિ.સ.)
ખીણમાં આગમન થતાં કાશ્મીરના ઘણા સ્થળોએ, અમરનાથ યાત્રાળુઓના પહેલા જૂથનું
ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ જૂથમાં 5,892 યાત્રાળુઓનો સમાવેશ થાય છે, જેમને બુધવારે સવારે જમ્મુના ભગવતી નગરમાં
યાત્રા બેઝ કેમ્પથી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી
હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” કુલગામ, અનંતનાગ અને
શ્રીનગર જિલ્લામાં વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા યાત્રાળુઓના કાફલાનું
ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાળુઓ દક્ષિણ કાશ્મીરના કુલગામ
જિલ્લાના કાઝીગુંડ વિસ્તારમાં નવયુગ ટનલ દ્વારા ખીણ પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ
કાશ્મીર રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને કુલગામના ડેપ્યુટી કમિશનર
દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ નેતા રવિન્દર રૈનાએ યાત્રાળુઓનું
માળા, ફૂલોના ગુલદસ્તા, મીઠાઈઓ અને
ફૂલોની પાંખડીઓથી સ્વાગત કર્યું હતું. કાફલો, બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે
અલગથી રવાના થયા હતા જ્યાંથી તેઓ ગુરુવારે સવારે 3,880 મીટર ઊંચા ગુફા મંદિર માટે રવાના થશે. બેઝ
કેમ્પ તરફ જતી વખતે, શહેરના પહેલગામ
અને નૌગામ વિસ્તારમાં આવેલા નુનવાન બેઝ કેમ્પમાં પણ યાત્રાળુઓનું સ્વાગત કરવામાં
આવ્યું હતું.”
શ્રી અમરનાથ ગુફા મંદિરની 38 દિવસની યાત્રા ગુરુવારે ઘાટીથી અનંતનાગ
જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબા
નુનવાન-પહલગામ રૂટ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા પરંતુ વધુ ઊંચા 14 કિમી લાંબા
બાલટાલ રૂટ દ્વારા શરૂ થશે. આ યાત્રા 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષની અમરનાથ યાત્રા માટે
અત્યાર સુધીમાં 3.31 લાખથી વધુ
યાત્રાળુઓએ નોંધણી કરાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ