4 ખંડોમાં નેટવર્ક ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, ગૃહમંત્રી અમિત શાહે એનસીબી ને અભિનંદન આપ્યા
નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, બુધવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને તમામ સંબંધિત એજન્સીઓને આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી રેકેટનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, આ કાર્યવાહી બહુ-એજન્સી સંકલનનું એક
4 ખંડોમાં નેટવર્ક ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, ગૃહમંત્રી અમિત શાહે એનસીબી ને અભિનંદન આપ્યા


નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, બુધવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને તમામ સંબંધિત એજન્સીઓને આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી રેકેટનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, આ કાર્યવાહી બહુ-એજન્સી સંકલનનું એક ઉત્તમ ઉદાહરણ છે, જેના કારણે 8 લોકોની ધરપકડ કરવામાં આવી અને 48 ડ્રગ કન્સાઇન્મેન્ટ જપ્ત કરવામાં આવ્યા.

આ રેકેટનું નેટવર્ક ચાર ખંડો અને દસથી વધુ દેશોમાં ફેલાયેલું હતું. ભારતની એજન્સીઓની કાર્યવાહી બાદ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દાણચોરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, ડ્રગ માફિયાઓ હવે ક્રિપ્ટોકરન્સી અને અનામી ડિલિવરી સિસ્ટમ્સ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓ સતત આ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે અને આ તકનીકોને હરાવવા સક્ષમ છે. શાહે કહ્યું કે, મોદી સરકાર દરેક ડ્રગ સિન્ડિકેટને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં. તેમણે પોસ્ટમાં લખ્યું, આપણા યુવાનોને ડ્રગ્સના જાળમાંથી બચાવવા એ અમારી ટોચની પ્રાથમિકતા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande