વલસાડ, 2 જુલાઈ (હિ.સ.)- રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ દ્વારા દર વર્ષે ડોક્ટર ડે ની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે પણ વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં 33 બોટલ જીવનદાયી રક્તદાન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન સિદ્ધાર્થ શાહ, પ્રેસિડન્ટ ભરત જૈન અને માનદ મંત્રી હેમિલ શાહે તમામ દાતાઓ તથા સભ્યો અને પરિવારજનોનો વિશેષ આભાર માન્યો હતો. આ પ્રસંગે મનોજ જૈન (આઈ.પી.પી.), ડૉ. દિપેશ શાહ, ભવિન શાહ, સુનિલ જૈન સહિત અન્ય સભ્યોએ કેમ્પને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે