સંઘ પ્રમુખ ભાગવત 26 થી 28 ઓગસ્ટ સુધી, નવી દિલ્હીમાં ચર્ચામાં ભાગ લેશે
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડૉ. મોહન ભાગવત 26 થી 28 ઓગસ્ટ સુધી નવી દિલ્હી ખાતે યોજાનારી એક ચર્ચામાં સંબોધન કરશે. સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યે આ આયોજન વિજ્ઞાન ભવનમાં થવાનું છે. દિલ્હીના પ્રાંત સંઘચાલક ડૉ. અનિલ અગ્ર
સંઘ પ્રમુખ મોહન ભાગવત


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડૉ. મોહન ભાગવત 26 થી 28 ઓગસ્ટ સુધી નવી દિલ્હી ખાતે યોજાનારી એક ચર્ચામાં સંબોધન કરશે. સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યે આ આયોજન વિજ્ઞાન ભવનમાં થવાનું છે.

દિલ્હીના પ્રાંત સંઘચાલક ડૉ. અનિલ અગ્રવાલે જણાવ્યું કે, સંઘ પ્રમુખ 26, 27 અને 28 ઓગસ્ટના રોજ દરરોજ સાંજના 5.30 થી 7.30 વાગ્યા સુધી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચર્ચામાં ભાગ લેશે. આ ચર્ચામાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની યાદી બનાવીને તેમને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2017માં પણ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આવું જ ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘ પ્રમુખ ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. સંઘના ઇતિહાસમાં તેવું આયોજન પ્રથમ વખત થયું હતું. તે સમયના કાર્યક્રમમાં 60 થી વધુ દેશોના દિલ્હીમાં સ્થિત રાજદૂતો અથવા હાઈ કમિશ્નરો, દેશના તમામ રાજકીય દળોના નેતાઓ, વિવિધ સંસ્થાઓના પ્રમુખો તથા ફિલ્મી હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

2017માં આયોજિત ચર્ચામાં સંઘ પ્રમુખે સંઘની સ્થાપના, તેના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ સાથે સાથે સંઘ અંગેની કેટલીક ખોટી ધારણાઓને પણ સ્પષ્ટપણે ખંડિત કરી હતી. અંતિમ દિવસે કેટલાક ઉપસ્થિત સન્માનનીય સભ્યોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

1925માં સ્થાપિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ શતાબ્દી વર્ષ છે. આ વર્ષે વિજયાદશમીથી લઈને આવતા વર્ષે વિજયાદશમી સુધી સંઘ દ્વારા, અનેક કાર્યક્રમો દ્વારા વ્યાપક જનસંપર્કની યોજના અમલમાં મુકવામાં આવી છે. તે જ અનુસંધાનમાં દેશના ચાર મુખ્ય સ્થળોએ, સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા અથવા ચર્ચામાં ભાગ લેશે.

પ્રથમ કાર્યક્રમ દિલ્હી ખાતે 26 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાશે. વધુમાં મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરુમાં પણ આવાં કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત દેશભરના 1500થી વધુ સ્થળોએ સન્મેલનો યોજાશે. સાથે સાથે ઘરો ઘરો જઈ સંઘ સાહિત્યના માધ્યમથી સંઘના વિચારો અને કાર્ય વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

સંઘ તેના શતાબ્દી વર્ષ દરમિયાન દરેક ગ્રામ સુધી સંપર્ક સાધવાના અભિયાનમાં લાગી ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande